Ok first post of the new year (I know its late. so don't u go making faces at me ;). )
First and foremost let me make this clear that that I have received this poem as an e-mail forward. I wish that any one who knows who the author is may point that out to me via the comments and I shall be happy to oblige him / her.
It is a very wonderful piece of work and would not like to get any undue advantage over the same.
So now without any further ado here it is people.
Do post back your comments.
દિલ પૂછે છે મારૂં....
દિલ પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે.
ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે, દિવાળી હોય કે હોળી, બધું ઓફીસમાં જ ઉજવાય છે. આ બધું તો ઠીક હતું, પણ હદ તો ત્યાં થાય છે, લગ્નની મળે કંકોત્રી ત્યાં શ્રીમંતમાં માંડ જવાય છે. દિલ પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?.....
પાંચ આંકડાનો પગાર છે, પણ પોતાના માટે પાંચ મીનીટ પણ ક્યાં વપરાય છે?
પત્નીનો ફોન બે મિનીટમાં કાપીએ પણ ક્લાયન્ટનો કોલ ક્યાં કપાય છે? ફોનબુક ભરી છે મિત્રોથી પણ કોઇનાય ઘેર ક્યાં જવાય છે?
હવે તો ઘરના પ્રસંગો પણ હાફ-ડે માં ઉજવાય છે.
દિલ પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?.....
કોઇને ખબર નથી આ રસ્તો ક્યાં જાય છે? થાકેલા છે બધા છતાં, લોકો ચાલતા જ જાય છે.
કોઇક ને સામે રૂપિયા તો કોઇક ને ડોલર દેખાય છે.
તમે જ કહો મિત્રો શું આને જ જીંદગી કહેવાય છે?
દિલ પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?....
બદલાતા આ પ્રવાહમાં આપણા સંસ્કાર ધોવાય છે. આવનારી પેઢી પુછશે, સંસ્કૃતિ કોને કહેવાય છે?
એક વાર તો દિલને સાંભળો, બાકી મન તો કાયમ મુંઝાય છે.
ચાલો જલદી નિર્ણય લઇએ, હજુ ય સમય બાકી દેખાય છે.
દિલ પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે.
From : unknown
Monday, January 25, 2010
દિલ પૂછે છે મારૂં....
Posted by Freaky Genious at 3:18 PM
Labels: poems, worth noting
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment